Posts

પ્રાકૃતિક ખેતી વિશેષ: નવસારી જિલ્લો

Image
  પ્રાકૃતિક ખેતી વિશેષ: નવસારી જિલ્લો પ્રાકૃતિક ખેતીના હાર્દ સમા જીવામૃતનું વેચાણ કરતો રાજ્યનો એકમાત્ર જિલ્લો 'નવસારી' નવસારી જિલ્લાની આ પહેલને સમગ્ર રાજ્યમાં લાગુ કરવાની જરૂર: પ્રાકૃતિક ખેતીમાં અવરોધ બનતી સમસ્યાને ઓળખી તેને દુર કરતું નવસારી જિલ્લા તંત્ર પ્રાકૃતિક ખેતી એ દેશી ગાય આધારિત ખેત પદ્ધતિ છે, દેશી ગાય વિહોણા ખેડૂતોને જીવામૃત પહોચાડી પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કર્યા નવસારી જિલ્લામાં આજદિન સુધી ૨,૦૧,૨૭૦ લીટર જીવામૃત ઉત્પાદન: ૧,૩૩૧ જેટલા દેશી ગાય વિહોણા ખેડૂતોએ લીધો છે લાભ વાંસદા તાલુકાના નાની ભમતી સ્થિત 'જીવામૃત ઉત્પાદન અને વિતરણ પ્રોજેક્ટ' દેશી ગાય વિહોણા ખેડૂતો માટે મહત્વની કડીરૂપ સાબિત થયો - 'આ પ્રોજેક્ટના કારણે રસાયકયુક્ત ખેતી કરતા ખેડૂતો રસાયણમુક્ત ખેતી કરતા થયા છે' જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડો અતુલભાઈ આર. ગજેરા સંકલન : વૈશાલી પરમાર નવસારી,તા.09: પ્રાકૃતિક કૃષિ આજના સમયની માંગ છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી, સમગ્ર રાજ્યે પ્રાકૃતિક ખેતી અપનાવવાની પહેલ કરી છે. નવસારી જિલ્લો પણ પ્રાકૃતિક કૃષિનું ગઢ બનવા તરફ પ્ર...

ગાંધીનગરઃ અડાલજના જગન્નાથજી મંદિર ખાતેથી રથયાત્રામાં પહિંદ વિધિ કરી રથને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

Image
ગાંધીનગરઃ અડાલજના જગન્નાથજી મંદિર ખાતેથી રથયાત્રામાં પહિંદ વિધિ કરી રથને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ  પટેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વે ગાંધીનગરના અડાલજ સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા રથમાં બિરાજમાન  ભગવાન જગન્નાથજીના રથની પહિન્દ વિધી કરી  ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું.  આ પાવન પ્રસંગે ભગવાન જગન્નાથજીના આશિર્વાદ સૌ ઉપર કાયમ વરસતા રહે તેવી ભાવના વ્યક્ત કરાઈ હતી. આ અવસરે કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલ, રાજ્યસભાના સદસ્યશ્રી નરહરિભાઈ અમીન , ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી મેહુલ દવે, ગાંધીનગર  એસ. પી શ્રી વાસમશેટ્ટી રવિતેજા, મેયરશ્રી મીરાબેન પટેલ સહિતના મહાનુભાવો, અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ  ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા. અડાલજના જગન્નાથજી મંદિર ખાતેથી રથયાત્રામાં પહિંદ વિધિ કરી રથને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી શ્રી... Posted by  Info Gandhinagar GoG  on  Saturday, July 6, 2024

બહેજ પ્રા. શાળાનું ગૌરવ: ખેરગામ તાલુકાના પ્રાથમિક શિક્ષક પ્રવિણભાઈ પટેલે નેશનલ મા.ઍથ્લે.મા પાંચ ચંદ્રક મેળવ્યા.

Image
  બહેજ પ્રા. શાળાનું ગૌરવ: ખેરગામ તાલુકાના પ્રાથમિક શિક્ષક પ્રવિણભાઈ પટેલે નેશનલ મા.ઍથ્લે.મા પાંચ ચંદ્રક મેળવ્યા. તા.7 જૂનથી થી 10 જૂન દરમ્યાન આણંદ-વિદ્યાનગર ખાતે છઠ્ઠી નેશનલ માસ્ટર્સ ઍથ્લેટિક્સ ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતભરમાંથી ઘણા બધા ખેલાડીઓએ ભાગ લીધો હતો. નવસારી જિલ્લામાંથી ખેરગામ તાલુકામાં બહેજ પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે સેવા બજાવતા અને ખેરગામ પોમાપાળ ફળિયાનાં રહેવાસી નિવૃત્ત શિક્ષક ગુલાબભાઈ પટેલનાં  55 વર્ષ કરતાં વધુ વયના પુત્ર  પ્રવિણભાઈ  પટેલે ભાગ લઈ પાંચ પાંચ ચંદ્રકો મેળવવાની મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે આ સિદ્ધિ મેળવી ખેરગામ અને નવસારી જિલ્લાનું નામ રાજ્યભરમાં ગુંજતું કર્યું હતું. 400 મી દોડમા પ્રથમ., 400×4 મી. રીલે દોડમાં પ્રથમ, 4x100 મી. રીલે દોડમાં પણ પ્રથમ, ત્રિપલજંપમા પ્રથમ તથા 800 મી. દોડમાં બીજાક્રમે વિજેતા બની ચાર સુવર્ણ (ગોલ્ડ) તથા એક રજત ચંદ્રક (સિલ્વર મેડલ) મેળવી પાંચ પાંચ ચંદ્રક વિજેતા નવસારી જિલ્લામાં બની સિદ્ધિ હાંસલ કરી હતી.  પાંચ મેડલ જીતી ખેરગામ તાલુકા તથા બહેજ પ્રા શા.નું નામ રોશન કર્યું હતું. મહાખેલ રત્ન ...

ખેરગામ: પ્રધાનમંત્રી તરીકે શપથ લેતા ખેરગામના કાર્યકરોએ ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો.

Image
   ખેરગામ: પ્રધાનમંત્રી તરીકે શપથ લેતા ખેરગામના કાર્યકરોએ ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો. લોકસભાની ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે તેવો માહોલ જોવા મળ્યો હતો. સાથી પક્ષો સાથે એનડીએ ગઠબંધનની સરકાર બનતા નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેતા ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.ખેરગામના ગાંધી સર્કલ પાસે ભાજપના મહામંત્રી શૈલેષભાઈ ટેલર, તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ઉપપ્રમુખ લીનાબેન મહિલા મોરચાના પ્રમુખ જીજ્ઞાબેન,ભાજપ અગ્રણી પ્રશાંતભાઈ, ડેપ્યુટી સરપંચ જિજ્ઞેશભાઈ, યુવા મોરચા પ્રમુખ ચેતનભાઈ, દિનેશભાઈ, શરદભાઈ, સંજયભાઈ સહિતના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. દિલ્હી ખાતે એક તરફ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ કર્યા અને બીજી તરફ ખેરગામ તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી, ફટાકડા ફોડીને પોતાની આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.

Image
        Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.            તારીખ  6/6/2024  થી  7/6/2024   દરમ્યાન સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય સમગ્ર નવસારી જિલ્લાના  સી.આર.સી.ઓની નિવાસી તાલીમ AB  સ્કૂલ ચીખલી ખાતે  યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના, ધ્યાન અને યોગાથી શરૂઆત કરી. શરૂઆત નિકિતા મેડમ દ્વારા સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ બી.આર.સી કો . શ્રી શશીકાંતભાઈએ સરસ મજાની વાર્તાથી તાલીમની શરૂઆત કરી. આજના સમયમાં આબોહવા પરિવર્તન અલગ અલગ રીતે વર્તાઈ રહી છે. આબોહવાના મુખ્ય ઘટકો વિષે સમજાવવામાં આવ્યું. જે શાળા સક્ષમ બનાવા માટે જરૂરી છે.  શાળા સક્ષમ તાલીમ એ દરેક શાળા માટે મુખ્ય રીતે ઉપયોગી સાબિત થશે. શાળા સક્ષમ બનાવવા માટે આપણે પર્યાવરણને સાથે રાખીને ચાલીશું તો જ આપણી શાળા સક્ષમ બની શકશે. સ્વચ્છ હરિયાળી શાળા વિશે બી.આર.સી કો . શ્રી મેહુલભાઈએ સરસ મજાની વાતો કરી. જેમાં સ્વચ્છ શાળા, ગ્રીનશાળા, સલામત શાળાઅને સુલભશાળા વગ...

આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ.

Image
                              આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ. ખેરગામ અતુલ ફળિયા ખાતે રહેતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને સંગીતાબેન આહિરની પુત્રી ધૃવી આહિર ધોરણ ૧૦ માં ૬૦૦માંથી ૫૪૩ ગુણ મેળવી ૯૦.૫૦% A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમે આવી છે. શાળામાં પ્રથમ ક્રમે આવી આહિર સમાજનું અને ગામનું ગૌરવ વધાર્યું છે. શાળામાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થિનીને શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામ, પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ચેરમેન શશીકાંત પટેલ, શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલ અને શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેમજ ખેરગામ તાલુકાનાં પૂર્વ તાલુકા પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ અને નવસારી જિલ્લા પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ અને આહિર સમાજના આગેવાનઓએ દિકરી ધૃવીને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. પિતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને માતા સંગીતાબેન સાથે દિકરી ધૃવી આહિર

Khergam taluka (ssc result): બહેજ નવજીવન શાળાનું ધો.૧૦નું ૯૧ અને ખેરગામની જનતા સ્કૂલનું ૬૫ ટકા પરિણામ : સંદેશ ન્યૂઝ

Image
  Khergam taluka (ssc result): બહેજ નવજીવન શાળાનું ધો.૧૦નું ૯૧ અને ખેરગામની જનતા સ્કૂલનું ૬૫ ટકા પરિણામ : સંદેશ ન્યૂઝ શનિવારે ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરાયું હતું. જેમાં નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની નવજીવન માધ્યમિક શાળા બહેજનું એસ.એસ.સી.નું પરિણામ ૯૧.૬૭ ટકા આવ્યું હતું જેમાં એ વન ગ્રેડમાં એક, એ ટુ ગ્રેડમાં એક, અને b૧ ગ્રેડમાં એક વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. શાળામાં પ્રથમ ક્રમે ચૌહાણ પ્રદીપભાઈ ગુલાબભાઈ ૬૫ ટકા, દ્વિતીય ક્રમે નેવલ જતીન જાન્યાભાઈ ૬૪.૮% અને તૃતીય ક્રમે કાકડ વિનોદભાઈ મુકેશભાઈ ૬૪.૭ ટકા પ્રાપ્ત કરતા શાળાના આચાર્ય રજનીકાંત પટેલ, મંડળના પ્રમુખ સહિતના એ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. જનતા માધ્યમિક શાળા ખેરગામનું પરિણામ ૬૫.૯૦% આવ્યું હતું. જેમાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થિની આહીર ધ્રુવી ડાહ્યાભાઈ ૬૦૦માંથી ૫૪૩ ગુણ મેળવી ૯૦.૫૦% A૧ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શાળામાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થિનીને શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામ, પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ચેરમેન શશીકાંત પટેલ, શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલ અને શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.  ઉત...