Valsad :વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. વાઘેલા અને વાપી જીઆઈડીસી પીઆઈશ્રી પટેલનું ડિસ્ક વડે સન્માન કરાયું
Valsad :વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. વાઘેલા અને વાપી જીઆઈડીસી પીઆઈશ્રી પટેલનું ડિસ્ક વડે સન્માન કરાયું એસપીશ્રી બીપરજોય વાવાઝોડુ સમયે તેમજ અપહરણ અને ગુમ થયેલા બાળકો અને પુખ્તવયના કુલ ૨૭૫ લોકોને શોધી કાઢવાની પ્રશંસનીય કામગીરી બજાવી હતી વાપીના જીઆઈડીસીના પીઆઈશ્રીએ ડુંગરાના રેપ વીથ મર્ડર કેસમાં માત્ર ૧૯ દિવસમાં ૭૦૦ પાનાની ચાર્જશીટ મુકી હતી માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૩૧ જુલાઈ રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓથી માંડીને પોલીસ કર્મચારીઓની વર્ષ ૨૦૨૩ દરમિયાનની ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઈ રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી વિકાસ સહાય દ્વારા ડિસ્ક (પ્રશસ્તિ પદક) અને પ્રશંસાપત્રથી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલા અને વાપી જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ મયુર પટેલને સન્માનિત કરવામાં આવતા જિલ્લાના પોલીસ બેડામાં ખુશીની લહેર પ્રસરી હતી. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલા વર્ષ ૨૦૨૩ દરમિયાન ભૂજમાં ઈન્ચાર્જ એસપી હતા તે સમયે બીપરજોય વાવાઝોડુ આવતા અંદાજે ૫૦ હજારથી વધુ લોકોનું સ્થળાંતર અને શેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી સુપેરે ...
Comments
Post a Comment